કેરલમમાં બીમાર હાથીના બચ્ચા 'માયા'ની મદદ માટે આગળ આવ્યા અનંત અંબાણી, સારવાર માટે વનતારા એરલિફ્ટ કરાઈ
કેરલમના અભયારણ્યમ કેમ્પમાં 18 મહિનાના હાથીના બચ્ચા 'માયા'ને વિશેષ સારવાર માટે કોચીથી જામનગરના વનતારા ખાતે એરલિફ્ટ કરવામાં આવ્યું છે. જુલાઈ 2026માં પડી જવાથી તેના પગમાં ઈજા થઈ હતી. ડોક્ટરોએ દયા-મૃત્યુની ભલામણ કર્યા બાદ, વનતારાના નિષ્ણાતોએ નવી સારવારની શક્યતા શોધી કાઢી હતી. કેરળના અધિકારીઓની વિનંતીથી, માયાને અત્યાધુનિક સુવિધાઓ અને સતત સંભાળ માટે વનતારા મોકલાઈ છે. જ્યાં તેનો સહાનુભૂતિની સાથે ઈલાજ કરવામાં આવશે.
2 free AI summaries left today
0 comments