સુરતીઓનો નવો સ્વાદ-ટ્રેન્ડ: ‘ચંદી પડવો’ પહેલા બજારમાં આવી ‘Gen-Z’ અને ‘જંતર-મંતર’ ઘારી
Writing the AI summary…
સુરતમાં આગામી ચંદી પડવાના તહેવારને અનુલક્ષીને મીઠાઈ વિક્રેતાઓએ નવીનતા અપનાવી છે. સુરતીઓ માટે આ વર્ષે ‘Gen-Z’ અને ‘જંતર-મંતર’ નામની ઘારી બજારમાં જોવા મળશે. એક મીઠાઈ વિક્રેતાએ જણાવ્યું કે, યુવા પેઢીના સ્વાદને ધ્યાનમાં રાખીને ‘Gen-Z’ ઘારી બનાવાઈ છે. જ્યારે ‘જંતર-મંતર’ ઘારીમાં અડધું ગોલ્ડ, અડધું ચાંદી અને અંદર કંઈક અલગ જોવા મળશે. ‘Gen-Z’ ઘારીનો ભાવ 1200 રૂપિયા પ્રતિ કિલો અને ‘જંતર-મંતર’ ઘારીનો ભાવ 1000 રૂપિયા પ્રતિ પીસ છે.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments